રાજેન્દ્ર શાહનાં સૉનેટમાં કાવ્યસૌન્દર્ય

(સમારમ્ભનાં અધ્યક્ષ નબનીતાજી (દેબસેન), અકાદમીના અધ્યક્ષ વિશ્વનાથપ્રસાદજી (તિવારી), કુલપતિશ્રી હરીશભાઇ (પાઢ), પ્રિય સિતાંશુભાઇ (યશશ્ચન્દ્ર), સાથી વક્તાઓ અને કાવ્યરસિક સભાજનો — નમસ્કાર. તમને સૌને મળતાં આનન્દ થયો છે.) ૧૭ વર્ષની ઉમ્મરે શરૂ થયેલી રાજેન્દ્ર શાહની કાવ્યસર્જનયાત્રા એમની ઉમ્મરનાં ૭૦થી પણ વધુ વર્ષ ચાલી હતી. ૧૯૫૧માં, ‘ધ્વનિ’ના પ્રકાશન પછી ૧૯૮૩માં ‘દ્વા સુપર્ણા’ –એમ જે ૧૫ કાવ્યસંગ્રહો મળ્યા, તે, ૧૯૮૩માં  ‘સંકલિત કવિતા’માં પુન:પ્રકાશિત …

૧૬ ઑગસ્ટ ૨૦૧૪

ગઇ કાલે એક ભાઇએ મને એક કલાત્મક ચિત્ર મોકલ્યું છે –એમાં ગામડાનું ફળિયું છે, નળિયાંવાળાં મકાનો, આજુબાજુ વૃક્ષો ને ઉપર સ્વચ્છ ભૂરું આકાશ છે, બે-ત્રણ પક્ષીઓ ઊડે છે. રસ્તે કોઇ ફાળિયાવાળો જણ મૉજથી ગાડું હાંકતો જઇ રહ્યો છે. પણ આ ચિત્રની ફ્રેમ સોનેરી-ભડકીલી અને દોઢ-બે ઇંચની જાડી-પ્હૉળી છે. ફ્રેમમાં રૂપેરી ચમકતા બનાવટી તારા મઢ્યા છે. તમે ફ્રેમને જ જોયા કરો ! …

સાહિત્યનાં અધ્યયન-અધ્યાપનમાં સંજ્ઞાઓનું મૂલ્ય

આ ક્ષણે યાદ આવે છે, મહેમદાવાદ મુકામે સન્નિધાન-ના ઉપક્રમે ૨૦૦૦ના ઑગસ્ટમાં યોજેલો ૩૫ જેટલી ચાવીરૂપ સંજ્ઞાઓ વિશેનો આવો જ એક પરિસંવાદ. એમાં કેટલીક પારિભાષિક સંજ્ઞાઓ પણ હતી. ત્યારે ૨૫ સંજ્ઞાઓ વિશે વાત થઇ શકેલી. અફસોસની વાત એ છે કે કોઇએ લખીને આપ્યું નહીં એટલે કશા પ્રકાશન હેઠળ મૂકી શકાયું નહીં. આ ક્ષણે યાદ આવે છે, અમ્બાજી મુકામે ગુજરાત સાહિત્ય અકાદમીના …

કમલ વોરા-સર્જિત અનેકએક વિશે

માણસના જીવનમાં એક  અને અનેક-ની નિત્ય સહજ રમણા છે. એક-ને માણસ જ્ઞાનેન્દ્રિયોથી અને કર્મેન્દ્રિયોથી અનુભવી શકે. એ એનું વાસ્તવ બને. એક-વિધ વાસ્તવ. એવી એક-વિધતા વડે જીવવાનું ગૂંચવણ વગરનું થઇ જાય. બધું સુગમ, સરળ અને સગવડભર્યું બની રહે. માણસ પોતાની પ્હૉંચમાં હોય એવાં અનેક-ને પણ જ્ઞાનેન્દ્રિયોથી અને કર્મેન્દ્રિયોથી અનુભવી શકે. એ પણ એનું વાસ્તવ બને. અનેક-વિધ વાસ્તવ. એવી અનેક-વિધતા વડે પણ …

૩૦ ઑગસ્ટ ૨૦૧૩

નાનપણમાં “ઉજાણી” કરવા જવાની બહુ મજા આવતી. પહેલી વાર એ શબ્દ કાને પડેલો. બા કહે, ગામ બ્હાર જવાનું, ભાગોળ બ્હાર. મહાદેવના મન્દિરથી ય આગળ, સીમમાં. એ ભાગોળ તે, પોતાની પ્રિયા “તેના”-ને ખાતર જોખમ વ્હૉરીને હીરા કડિયાએ બાંધેલી એ, મારા ગામ ડભોઇની “હીરાભાગોળ”. આપણી ખડકીવાળાં દરેક પોતાને ઘરેથી કંઇ ને કંઇ વાનગી લાવશે. આપણે ત્યાંથી પૂરી-ભજિયાં લઇ જઇશું, મધુકાકી શિખંડ લાવશે. …

એ અને ટૅરિટોરિયલ બર્ડ્ઝ…

પછી તો એ, અમદાવાદથી અમેરિકા ઊપડી ગયો. શિકાગો પાસેની એક કાઉન્ટીમાં. મોટીબેને બોલાવી લીધો. બેન સિન્ગલ છે. બનેવીલાલને નરોડા પાટિયા  વખતે મારી નંખાયેલા. એ પણ હવે સિન્ગલ છે. ૨૦૦૮ના મુમ્બઇ ઍટેક્સ  વખતે એની પત્ની રેખાને ગંદી રીતે ધક્કે ચડાવીને કચડી નંખાયેલી. જોકે સમયે પોતાનું કામ કરેલું. બન્ને હત્યાઓને એ યાદ કરે તો જ યાદ આવે. પણ ત્યારે દુખાવો ઊપડે, ન …

યાત્રા

તડકો હતો નહીં. હવામાન વાદળિયું હતું. પડછાયા દેખાતા ન્હૉતા. મારી સામે જ મેઇનરોડ, પણ સજડબમ્ –ઓલી બાજુથી ને ઓલી બાજુથી ધસીને આવતાં બધી તરફનાં વાહનોને નીકળી જવાની ઉતાવળ. કોઇથી કોઇ તરફ ચસ્કાય નહીં. ફળ વિનાની ભીંસ. પોલીસેય નહીં ને ટ્રાફિક સિગ્નલેય નહીં. મજાની ચડસાચડસી. નાકે રૂમાલ બાંધેલો હું આ બાજુ ઊભો’તો. પાછળ બસ-સ્ટેશન ઘૂઘવતું’તું. કામનું નહીં. બ્હારગામ લઇ જાય. મારે …

૧૬ જૂન ૨૦૧૩

ટીવી પર એક કારની ઍડ આવે છે. એમાં છેલ્લે, પ્રિયા કે પત્નીને તેમજ આપણને, પેલો એમ કહે છે કે— “નૉન-સ્ટૉપ કી જિન્દગી મેં ફુલ્લ-સ્ટૉપ નહીં હોતા.” વિચાર સપાટી પર સારો છે. પણ સપાટીને ચા-ના પ્યાલામાં બાઝેલી તરને ખસેડો એમ ખસેડો, તો જુદું નીકળે છે : એવી ઍડવાન્સ્ડ્ કાર હોય તો “કદાચ” નૉન-સ્ટૉપ જવાય. “કદાચ” એ કારણે લખ્યું કે મશીન એકાએક …

ટૂંકીવાર્તાની કલા વિશે ટૂંકી વાત

Rjhdkj ટૂંકીવાર્તાની કલા વિશે ટૂંકી વાત***— / સુમન શાહ ( *** તારીખ ૩ નવેમ્બર ૨૦૧૨-ના દિવસે ‘શિકાગો આર્ટ સર્કલ’ના ઉપક્રમે શિકાગો, અમેરિકામાં આપેલા વાર્તાલાપનું આ સુધારા-વધારા સાથેનું લેખ-સ્વરૂપ છે. )     હું ૫૦-૫૨ વર્ષથી ટૂંકીવાર્તાઓ લખું છું. વધારાની વાત એ કે મેં બીજાઓની વાર્તાઓ વિશે પણ લખ્યું છે. ટૂંકીવાર્તાના સાહિત્યસ્વરૂપ વિશે પણ લખ્યું છે. હું ૨૨-થી પણ વધુ વરસોથી ‘સુરેશ …

આધુનિક ગુજરાતી સાહિત્ય

  (આધુનિક ગુજરાતી સાહિત્ય– શીર્ષકથી ભાસ્કરાચાર્ય ઇન્સ્ટિટયૂટ ફૉર સ્પેસ ઍપ્લિકેશન્સ ઍન્ડ જીઓ-ઇન્ફર્મેટિક્સ, ગાંધીનગરના ઉપક્રમે તારીખ ૨૧/૦૧/૨૦૧૩ના રોજ આપેલા ઑનલાઇન વ્યાખ્યાનનું આ લેખ-સ્વરૂપ છે.) આધુનિક ગુજરાતી સાહિત્ય મોટો વિષય છે. એક વ્યાખ્યાન એના માટે ઓછું કહેવાય. એટલે એને અંગેની કેટલીક પાયાની વાતો જ કરું તો ઠીક થશે. હું ૧૦ મુદ્દામાં મારા વ્યાખ્યાનને સમ્પન્ન કરવા ધારું છું. સમય ખૂટી પડશે તો છેવાડાના …

Facebook Auto Publish Powered By : XYZScripts.com