૧૬ ઑગસ્ટ ૨૦૧૪

ગઇ કાલે એક ભાઇએ મને એક કલાત્મક ચિત્ર મોકલ્યું છે –એમાં ગામડાનું ફળિયું છે, નળિયાંવાળાં મકાનો, આજુબાજુ વૃક્ષો ને ઉપર સ્વચ્છ ભૂરું આકાશ છે, બે-ત્રણ પક્ષીઓ ઊડે છે. રસ્તે કોઇ ફાળિયાવાળો જણ મૉજથી ગાડું હાંકતો જઇ રહ્યો છે. પણ આ ચિત્રની ફ્રેમ સોનેરી-ભડકીલી અને દોઢ-બે ઇંચની જાડી-પ્હૉળી છે. ફ્રેમમાં રૂપેરી ચમકતા બનાવટી તારા મઢ્યા છે. તમે ફ્રેમને જ જોયા કરો ! …

૩૦ ઑગસ્ટ ૨૦૧૩

નાનપણમાં “ઉજાણી” કરવા જવાની બહુ મજા આવતી. પહેલી વાર એ શબ્દ કાને પડેલો. બા કહે, ગામ બ્હાર જવાનું, ભાગોળ બ્હાર. મહાદેવના મન્દિરથી ય આગળ, સીમમાં. એ ભાગોળ તે, પોતાની પ્રિયા “તેના”-ને ખાતર જોખમ વ્હૉરીને હીરા કડિયાએ બાંધેલી એ, મારા ગામ ડભોઇની “હીરાભાગોળ”. આપણી ખડકીવાળાં દરેક પોતાને ઘરેથી કંઇ ને કંઇ વાનગી લાવશે. આપણે ત્યાંથી પૂરી-ભજિયાં લઇ જઇશું, મધુકાકી શિખંડ લાવશે. …

૧૬ જૂન ૨૦૧૩

ટીવી પર એક કારની ઍડ આવે છે. એમાં છેલ્લે, પ્રિયા કે પત્નીને તેમજ આપણને, પેલો એમ કહે છે કે— “નૉન-સ્ટૉપ કી જિન્દગી મેં ફુલ્લ-સ્ટૉપ નહીં હોતા.” વિચાર સપાટી પર સારો છે. પણ સપાટીને ચા-ના પ્યાલામાં બાઝેલી તરને ખસેડો એમ ખસેડો, તો જુદું નીકળે છે : એવી ઍડવાન્સ્ડ્ કાર હોય તો “કદાચ” નૉન-સ્ટૉપ જવાય. “કદાચ” એ કારણે લખ્યું કે મશીન એકાએક …

વિચરતા વિચારો

વિચરતા વિચારો  (૧)   ( ૪/૫/૨૦૧૨ ) મને એ નથી સમજાયું કે મારા વિચારો મને ચલાવે છે કે હું એમને. એટલે એમને મારાથી છુટ્ટા ભમતા રખડતા કે ચરતા વિચરતા ગણવા એમાં જ મારું કે એમનું ભલું છે  –આ પોતે જ એવો નથી ? એક આ બીજો જુઓ : –કહે છે, માણસ જ એવું પ્રાણી છે જે વસ્ત્રોથી શરીર ઢાંકે છે. જોકે …

Facebook Auto Publish Powered By : XYZScripts.com