જાળ

હું પોતે વાર્તાકાર નથી. એમનો કથક છું. એ માલિક, હું સેવક. ક્હૅ એ કરું. એઓ પણ, જેણે માણસ નામની વાર્તા માંડી છે એ મૂળેરા વાર્તાકારના કથક નથી તો શું છે ? એઓ ય એ માલિકના સેવક તો છે ! બે દિવસ પર ક્હૅ, તું માનસીને ત્યાં જા ને એના હાલ જાણી જણાવ મને. જૅન્તી-હંસાવાળી આપણી પ્રિયાતિપ્રિય હંસાની સગી  –એ માનસી. …

એ અને ટૅરિટોરિયલ બર્ડ્ઝ…

પછી તો એ, અમદાવાદથી અમેરિકા ઊપડી ગયો. શિકાગો પાસેની એક કાઉન્ટીમાં. મોટીબેને બોલાવી લીધો. બેન સિન્ગલ છે. બનેવીલાલને નરોડા પાટિયા  વખતે મારી નંખાયેલા. એ પણ હવે સિન્ગલ છે. ૨૦૦૮ના મુમ્બઇ ઍટેક્સ  વખતે એની પત્ની રેખાને ગંદી રીતે ધક્કે ચડાવીને કચડી નંખાયેલી. જોકે સમયે પોતાનું કામ કરેલું. બન્ને હત્યાઓને એ યાદ કરે તો જ યાદ આવે. પણ ત્યારે દુખાવો ઊપડે, ન …

યાત્રા

તડકો હતો નહીં. હવામાન વાદળિયું હતું. પડછાયા દેખાતા ન્હૉતા. મારી સામે જ મેઇનરોડ, પણ સજડબમ્ –ઓલી બાજુથી ને ઓલી બાજુથી ધસીને આવતાં બધી તરફનાં વાહનોને નીકળી જવાની ઉતાવળ. કોઇથી કોઇ તરફ ચસ્કાય નહીં. ફળ વિનાની ભીંસ. પોલીસેય નહીં ને ટ્રાફિક સિગ્નલેય નહીં. મજાની ચડસાચડસી. નાકે રૂમાલ બાંધેલો હું આ બાજુ ઊભો’તો. પાછળ બસ-સ્ટેશન ઘૂઘવતું’તું. કામનું નહીં. બ્હારગામ લઇ જાય. મારે …

સેવન્તિલાલનો સડસઠમો જનમદિવસ

સેવન્તિલાલનો સ્વભાવ પહેલેથી વિચિત્ર. નિવૃત્ત થયા પછી વિચિત્રતાઓ વધેલી. રેલવેમાં ઍકાઉન્ટન્ટ હતા. વાતે વાતે કંટાળે. ખરી વાત છે, રામ જાણે કેમ, બાકી આ આખ્ખાનો કોઇ અર્થ ખરો ?  વિચારોના ગોટે ચડ્યા રહૅ. હા પણ શું કામ ? દેશમાં રાતદા’ડો રેલવેની હજારથી ય વધારે ગાડીઓ બસ દોડ્યા જ કરે છે –આ છેડેથી માણહાં ભરે છે, ને પેલે છેડે ઠાલવે છે. પણ …

લોકમાપન-વ્યવસાય

PLEASE ENJOY MY SHORT STORY WORK, ‘LOKMAAPAN-VYAVASAAY’, RECENTLY PUBLISHED IN ‘PARAB’, OCTOBER, 2012 Rjhdkj લોકમાપન-વ્યવસાય / સુમન શાહ                            ( પેજ : ૧થી ૮ ) મારા ગામમાં ત્રણ વ્હૅંતિયા તો હતા. એમાં ચૉથો ઉમેરાયો છે. પ્હૅલાં વાત કરું ત્રણની. ખાઇ-પીને ભટક્યા કરે છે. ન પડોશીની ચિન્તા, ન સગાંવ્હાલાંની, ન નાત-જાતની, ન ગામની. દુનિયામાં શું ચાલે છે, રામ જાણે ! સૌથી નીચો, ચાંપલો …

નો આઇડીઆ ? ગેટ આઇડીઆ

અરે યાર, સચીનને રોજના દોઢ કરોડની આવક !  રોજના? હા, રોજના !  શું કરતો હશે એટલા બધાનું? હું તો ગણતાં ય થાકી જઉં –રાત પડી જાય ! આ લોકનો રૂપિયો સરૂ જ થાય છે કરોડથી ! તું વિનિયા, કયા સચીનની વાત કરે છે? સુરુભાઇ, આ ભૈલાને હમ્જાવો, સચીન કોણ છે ! એક-નો-એક તો છે, લાડકવાયો, ટૅંડુલકર ! ઊભા રો’, ટિક્ …

ચોરી

ચમ્પકલાલ ક્યારેય સામેના મેદાને ન્હૉતો જવાનો, પણ આજે ગયો. કેમ ભઇ, કેમ કંઇ અહિયાં ? અમરતબાપા, તમારી મંડલીમાં જોડાવા આવ્યો છું. અરે વાહ ! ભાયગ અમારાં ! ભલે ભલે, બૅસ ભઇલા બૅસ; જીવણભા, જરા જગા કરો. બાપડો હમણાં ઘરભંગ થયો છે. કાન્તા આપઘાતમાં મરી, રામ જાણે કયા કારણે. નાનપણામાં મેં રમાડેલી બહુ. એનો મોટો ભઇ મારાથી નાનો, પણ અંગ્રેજી નિશાળમાં …

રેવતી

   ૩૦ ઍપ્રિલની સાંજ : યુનિ-કૅમ્પસ. પિપ્પલ-પૉઇન્ટ  –વિસ્તરેલો પીપળ. ફરતે રાઉન્ડ ઓટલો. ડીયર ? ડીયર ! વી ગો; બાય ! –પાછળથી રેવતીના બન્ને ખભે ફ્રૅન્ડ્ઝ જયા-મહેશ વૃન્દા-સુરેશ હેમા-આશિષની હથેળીઓ –ભેગી હથેળીઓનું ઝૂમખું. દાબ આપતાં’તાં –ટચ-બાય. ડૂબતા સૂર્યના કમજોર તડકામાં એમનાં હસવાં-ની છૉળો ઊડતી’તી. બધાંના દાંત ચમકે. હજી સુકુમાર આવેલો નહીં. રેવતી લૅપ્ટૉપમાં ખોવાયેલી હતી. બન્ને બાજુએ એનો વાદળી દુપટ્ટો ઝૂલતો’તો. …

Facebook Auto Publish Powered By : XYZScripts.com