રાજેન્દ્ર શાહનાં સૉનેટમાં કાવ્યસૌન્દર્ય

(સમારમ્ભનાં અધ્યક્ષ નબનીતાજી (દેબસેન), અકાદમીના અધ્યક્ષ વિશ્વનાથપ્રસાદજી (તિવારી), કુલપતિશ્રી હરીશભાઇ (પાઢ), પ્રિય સિતાંશુભાઇ (યશશ્ચન્દ્ર), સાથી વક્તાઓ અને કાવ્યરસિક સભાજનો — નમસ્કાર. તમને સૌને મળતાં આનન્દ થયો છે.) ૧૭ વર્ષની ઉમ્મરે શરૂ થયેલી રાજેન્દ્ર શાહની કાવ્યસર્જનયાત્રા એમની ઉમ્મરનાં ૭૦થી પણ વધુ વર્ષ ચાલી હતી. ૧૯૫૧માં, ‘ધ્વનિ’ના પ્રકાશન પછી ૧૯૮૩માં ‘દ્વા સુપર્ણા’ –એમ જે ૧૫ કાવ્યસંગ્રહો મળ્યા, તે, ૧૯૮૩માં  ‘સંકલિત કવિતા’માં પુન:પ્રકાશિત …

સાહિત્યનાં અધ્યયન-અધ્યાપનમાં સંજ્ઞાઓનું મૂલ્ય

આ ક્ષણે યાદ આવે છે, મહેમદાવાદ મુકામે સન્નિધાન-ના ઉપક્રમે ૨૦૦૦ના ઑગસ્ટમાં યોજેલો ૩૫ જેટલી ચાવીરૂપ સંજ્ઞાઓ વિશેનો આવો જ એક પરિસંવાદ. એમાં કેટલીક પારિભાષિક સંજ્ઞાઓ પણ હતી. ત્યારે ૨૫ સંજ્ઞાઓ વિશે વાત થઇ શકેલી. અફસોસની વાત એ છે કે કોઇએ લખીને આપ્યું નહીં એટલે કશા પ્રકાશન હેઠળ મૂકી શકાયું નહીં. આ ક્ષણે યાદ આવે છે, અમ્બાજી મુકામે ગુજરાત સાહિત્ય અકાદમીના …

કમલ વોરા-સર્જિત અનેકએક વિશે

માણસના જીવનમાં એક  અને અનેક-ની નિત્ય સહજ રમણા છે. એક-ને માણસ જ્ઞાનેન્દ્રિયોથી અને કર્મેન્દ્રિયોથી અનુભવી શકે. એ એનું વાસ્તવ બને. એક-વિધ વાસ્તવ. એવી એક-વિધતા વડે જીવવાનું ગૂંચવણ વગરનું થઇ જાય. બધું સુગમ, સરળ અને સગવડભર્યું બની રહે. માણસ પોતાની પ્હૉંચમાં હોય એવાં અનેક-ને પણ જ્ઞાનેન્દ્રિયોથી અને કર્મેન્દ્રિયોથી અનુભવી શકે. એ પણ એનું વાસ્તવ બને. અનેક-વિધ વાસ્તવ. એવી અનેક-વિધતા વડે પણ …

ભરતની અછાન્દસ રચનાઓ

ગુજરાતી કવિતા-સાહિત્યમાં આજે ગઝલ લગભગ સર્વપ્રિય કાવ્યપ્રકાર છે. એટલે, લખે તો માણસ ગઝલ લખે. અહીં, જોઇ શકાય છે કે ભરત ત્રિવેદીએ પણ ગઝલ લખી છે. પણ, કોઇ આજે છાન્દસ કાવ્યો કરે ? ભલો હોય તે કરે. કોઇ અછાન્દસ કાવ્યો લખે ? અહીં, જોઇ શકાય છે કે ભરતે અછાન્દસ લખ્યાં છે. વાતાવરણમાં અછાન્દસ જ્યારે વિરલ છે ત્યારે એ દિશામાં આટઆટલી સક્રિયતા …

સમગ્ર કવિતાના કવિ ઉમાશંકર

rjhdkj   સમગ્ર કવિતાના કવિ ઉમાશંકર                                            ( પૃ. ૧થી ૯ ) ઉમાશંકર જોશી સમગ્ર કવિતાના કવિ છે. એ મારા આ વક્તવ્યનો એક માત્ર સૂર છે : કવિતા સમગ્ર; સમગ્રની સૃષ્ટિ –ટોટલ પોએટ્રી; એક સુ-સમ્પન્ન સૃષ્ટિ –ઍકમ્પ્લીશ્ડ વર્લ્ડ. આ સૂરને ૨૫ મિનિટની સમય-મર્યાદામાં રહીને આકાર આપ્યો છે. જોકે, એ જ કારણે છોડી દીધેલા અમુક અંશોને વક્તતવ્યના આ લેખ-સ્વરૂપમાં  વણી લીધા છે. …

અજય સરવૈયા-કૃત ‘ફૅક્ટ ઍન્ડ ફિક્શન અને બીજી વાર્તાઓ’ વિશે

અજય સરવૈયાના આ પુસ્તકનું નામ છે, ‘ફૅક્ટ ઍન્ડ ફિક્શન અને બીજી વાર્તાઓ’.(૨૦૧૦). ડૅમી સાઇઝનાં ૨૩૫ પાનના આ પુસ્તકને ભાગ-૧ અને ભાગ-૨માં વિભાજિત કરાયું છે. પહેલામાં પાંચ અને બીજામાં છ મળીને કુલ અગિયાર રચનાઓ મૂકી છે. સમયસંકોચને કારણે હું બધી રચનાઓનું બીજી વારનું વાચન –સઘન વાચન– નથી કરી શક્યો. બીજું, એ અંગે અહીં મારાથી જે વાતો મૂકી શકાઇ છે તે આંશિક …

સાહિત્યકાર ક.મા. મુનશી વિશે થોડીક વાતો

rjhdkj rjhdkj સાહિત્યકાર ક.મા. મુનશી વિશે થોડીક વાતો / સુમન શાહ        (પૃ. ૧થી ૮)      (નવલકથાકાર મુનશી વિશે આપેલા વ્યાખ્યાનનું લેખ-સ્વરૂપ)     હું આ ક્ષણે મુનશી સંદર્ભે ત્રણ સંવેદનો અનુભવું છું : ૧૯૬૪માં હું એમ.એ. થયો. પ્રથમ વર્ગમાં પ્રથમ આવ્યો. મને હરગોવિંદદાસ કાંટાવાલા સુવર્ણચન્દ્રક એનાયત થયેલો. અને મોટી વાત એ કે તે અપાયો હતો મુનશીના વરદ હસ્તે. હું ૨૫-નો, મુનશી …

વીનેશ અંતાણી-કૃત ‘બીજે ક્યાંક’ વિશે–

માણસ જીવનભર નવલકથાઓ લખ્યે રાખે, ને એક પણ રચના નોંધપાત્ર ન બની હોય, કોઇને એકેયનું નામેય યાદ ન આવે, એ તે કેવું દુર્ભાગ્ય ? વિશ્વ આખામાં તેમ આપણે ત્યાં પણ નવલકથા-લેખનને ઉદ્યોગ ગણીને લખતા રહેતા અનેકો મળી આવે. એમનાં નામોની ઠીકઠીક લાંબી યાદી થઇ શકે. કાગળના થપ્પા અને રૂડી લેખણના સંગમથી ઘણો માલ પેદા કરનારા અને સૌથી વધુ કમાનારા એઓ …

કામૂ-રચિત ‘આઉટસાઇડર’ –એક આસ્વાદ

   કામૂ-રચિત ‘આઉટસાઇડર’ વીસમી સદીની દસ ઉત્તમ નવલકથાઓમાં મૂકી શકાય એવી નોંધપાત્ર રચના છે. એ માટે ૧૯૫૭માં કામૂને નોબેલ અપાયેલું. બે વિશ્વયુધ્ધોની એ સદી મૂલ્યનાશના જાગતિક અનુભવની સદી હતી. તન્ત્ર માત્ર ખોખલાં પુરવાર થવા લાગેલાં. એમાં એમ પણ ખરું કે વ્યક્તિચેતનાનું ય કશું મહત્ત્વ બચ્યું નહોતું. વ્યાપક સત્યો તેમ વૈયક્તિક સત્યો પણ પ્રશ્નાર્થ હેઠળ આવી ગયેલાં. કામૂની આ રચના તો …

Facebook Auto Publish Powered By : XYZScripts.com