ઇન્સ્ટૉલેશન આર્ટ 

સાહિત્યના આધુનિક અને અનુઆધુનિક વારાફેરા દરમ્યાન સાહિત્યશબ્દ ભીંસમાં આવ્યો અને પરિદૃશ્ય ઘણું બધું બદલાયું હવે હું ઇન્ડિયન કે અમેરિકન-ઇન્ડિયન કે એશિયન ? હવે હું ગુજરાતી કેટલો ? હવે મારા હિન્દુ હોવાનું શું વજૂદ ? દરેક વ્યક્તિના ચહેરા જેવો દુનિયામાં એક બીજો ચહેરો પણ હોય છે એ વાત આ વખતે આમ્સ્ટર્ડામમાં મારા પૂરતી સાચી પડી. ચિ. મદીરને ત્યાં એનાં મિત્રોએ મારા …

સઘન વાચન અને ગોખણ

સાહિત્યરચનાને આત્મસાત્ કરવા માટે સઘન વાચન જરૂરી. પછી એનું ગોખણ. સભામાં આખેઆખું બોલી જવાય. વટ પડે. શ્રીહર્ષ ભલે કાવ્યના તરીકાથી પણ ગૌરવ તો કરે છે, જ્ઞાનનું. એક જ શ્લોકના ત્રણ-ત્રણ ચચ્ચાર અર્થ થતા હોય. સંસ્કૃત સાહિત્યના મારા વિદ્યાભ્યાસની કેટલીક વાતો આજે મારે તમારી સાથે શૅઅર કરવી છે. કંઇક સાહિત્યોપયોગી એમાં પણ સંતાયેલું છે. બી.એ. ઍમ.એ.-માં મારો મુખ્ય વિષય ગુજરાતી, અને …

શરૂઆત વ્યાકરણથી નહીં પણ સર્જનથી

rjhdkj     વાદળાં કેવી રીતે બંધાય છે એ વાતવિસ્તરણમાં પડ્યા રહેવાને બદલે ધોધમાર વરસતા વરસાદમાં ન્હાવું શું વધારે મજાનું નથી ? શિવતત્ત્વથી બિન્દુ, બિન્દુમાંથી નાદ, નાદમાંથી શક્તિ, શક્તિમાંથી વર્ણો, અને વર્ણોમાંથી શબ્દો જન્મે છે હર્ષદેવ માધવ સંસ્કૃત ભાષા-સાહિત્યના જ્ઞાતા છે, કવિ પણ છે. એમના સંસ્કૃત કાવ્યસંગ્રહ ‘મૃગયા’-ને ૧૯૯૭ના વર્ષનો અવૉર્ડ અપાયો છે -મહાશ્વેતાદેવીના હસ્તે. અત્યારે મારા હાથમાં એમણે રચેલી …

વિદેશી સાહિત્યનાં ભાષાન્તરો બાબતે

વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ થવા તલપાપડ છે પણ એના સાહિત્યકારો લોકલની ગલીઓમાં આંબલીપીપળી ખેલી રહ્યા છે ‘આપણે સાહિત્ય કોને માટે રચીશું ? કસ્તુરભાઇ ઍન્ડ કંપની માટે કે અંબાલાલભાઇ માટે કે સર ચિનુભાઇ માટે ?’ ગુજરાતી સાહિત્ય પરિષદના ૧૯૩૬-ના અધિવેશનમાં ગાંધીજીએ જે ભાષણ કરેલું એ એમણે કરેલી ફરિયાદો અને માગણીઓ બાબતે નિર્ણાયક નીવડેલું. ગુજરાતી સાહિત્યમાં વાસ્તવિકતા અને ગ્રામ-વાસ્તવિકતાનાં નિરૂપણો શરૂ થયેલાં. સાહિત્યના …

સાહિત્યસર્જનનું પ્રયોજન

વહાલાં-દવલાંને સુવર્ણચન્દ્રકોથી શણગારતી કોઇપણ સંસ્થા ‘સુવર્ણ’ અને ‘ચન્દ્રક’ બન્નેને અભડાવે છે. દાતા તરીકેના એના ચારિત્ર્ય અંગે સાહિત્યસમાજે અને પ્રજાએ પ્રશ્નો ઉઠાવવા જોઇએ સર્જક પાસેથી નિજી દૃષ્ટિમતિ અનુસારનું ચિન્તન મળવું જોઇએ, એ વાતના આપણે ત્યાં વખા છે કહે છે કે કશું પ્રયોજન ન હોય તો મૂરખ માણસ પણ હાલતો નથી; હાલતો પણ નથી. સાહિત્યકારોનું તો પૂછવું જ શું ! પ્રયોજન વિના …

Oxote વિશે

ચારથી છ કલાકની Lsd-ની અસર નીચે ‘દુ:ખદ’ કહેવાય એવી આ ઘટના હકીકતે પરમ સુખ આપનારી હતી  આમાંથી એવો મૅસેજ ન લેવાય કે તાજપભર્યું લખવા Lsd જેવાં દ્રવ્યોનું સેવન કરવું !  બ્રહ્મ સ્વયંભૂ છે. શબ્દો પણ સ્વયંભૂ છે. કેમકે શી રીતે જન્મે છે એ કોઇ નથી જાણતું. આ સંદર્ભે અમારા એક મિત્રનો જોરદાર અનુભવ રજૂ કરું છું : ગુજરાતી/ભારતીય સાહિત્યકારો, કલાકારો, …

ટૉયલેટપેપર વગેરે

ગાંધીયુગમાં વાસ્તવ વાસ્તવ ચાલ્યું. એની સામે, સુરેશ જોષીના સમયમાં અતિવાસ્તવ આવ્યું પણ બહુ ઓછું આવ્યું. પેલું ખોબે ખોબે, તો આ ચાંગળુક. છિ:-માં પણ કલા સંભવી શકે, રસપ્રદ હોઇ શકે, એવી સુજ્ઞ-વિવેચનાની મિત્ર-સિફારશ કામ લાગી નહીં આમ્સ્ટર્ડામના લોકો કલારસે રસાયેલા છે. રૅમ્બ્રાન્ડ્ટ (1606-1679) અને વાન ગોઘ (1853–1890) જેવા જગવિખ્યાત કલાકારોની કલાના વારસદારો છે. જાતભાતની સર્જનાત્મક અળવીતરાઇઓ કરી જાણે છે. આ વખતે …

આઘાતક માહિતીક્રાન્તિ

માય ચૉઇસને નામે યુનિવર્સલ વૅલ્યુઝને અભરાઇએ મેલો, એ તો એસ્કેપ છે –પલાયન  આ બધાં જાણે કલ્ચરલ ઍમ્બેસેડર હોય એમ એમનાથી મળતા મૅસેજીસને લોકો ઑથોરિયલ ગણે છે  ચિત્તની પહેલી છાજલી પર નજર કરીએ તો જાહેરખબરોનો માળો જોવા મળે  વિડીઓમાં દીપિકાએ ‘માય બૉડિ માય ચૉઇસ’ કહ્યું : લગ્ન પહેલાં સૅક્સ માણું કે લગ્ન પછી પતિ સિવાયના બીજાઓ સાથે…મને ગમે તેવાં જ વસ્ત્રો …

ભાગિબેનનો સનેડો

  ભાગિબેન જેવાં પાત્રો જોડે મારે સર્જક તરીકેનો નેડો બહુ ! ને એટલે આમ એમનો સનેડો છેડ્યો છે   છાપાંને જાણે પગ હોય ને સવાર સવારમાં ઘરો ખૉળતાં મૅળે મૅળે પ્હૉંચી જતાં ના હોય !  કેટલાકને ઘણીવાર શબ્દો સૂઝે નહીં –પેલું શું ક્હૅવાય, પેલું શું, હું શું ક્હૅતો’તો, એમ ફાંફાં પડે. ટ્યૂબલાઇટ પણ ના થાય. કોક વાર થાય પણ ખરી. …

જાળ

હું પોતે વાર્તાકાર નથી. એમનો કથક છું. એ માલિક, હું સેવક. ક્હૅ એ કરું. એઓ પણ, જેણે માણસ નામની વાર્તા માંડી છે એ મૂળેરા વાર્તાકારના કથક નથી તો શું છે ? એઓ ય એ માલિકના સેવક તો છે ! બે દિવસ પર ક્હૅ, તું માનસીને ત્યાં જા ને એના હાલ જાણી જણાવ મને. જૅન્તી-હંસાવાળી આપણી પ્રિયાતિપ્રિય હંસાની સગી  –એ માનસી. …

Facebook Auto Publish Powered By : XYZScripts.com